એક ઉપર બેઠા ભગવાન
હો હો એક ઉપર બેઠા ભગવાન બીજા ધરતી પર માને બાપ
એક ઉપર બેઠા ભગવાન બીજા ધરતી પર માને બાપ
હો પ્રભુ પહોંચી વળે ના બધે (૨)
એને ઘડિયા છે માને બાપ
એક ઉપર બેઠા ભગવાન બીજા ધરતી પર માને બાપ
બીજા ધરતી પર માને બાપ
મ્યુઝિક
હો પૂછો એને જઈ જેને માવતર નથી
મમતાની મીઠી છાય નથી
હો લાખો કમાતા તમે હોવ ભલે
મા બાપ નથી તો કાંઈ નથી
એક ભટકે વિના મા બાપ બીજા ના ભટકે છે માને બાપ
હો પ્રભુ પહોંચી વળે ના બધે એને ઘડિયા છે માને બાપ
એક ઉપર બેઠા ભગવાન બીજા ધરતી પર માને બાપ
બીજા ધરતી પર માને બાપ
મ્યુઝિક
હો પથ્થરના દેવની માનતાઓ માનો
જીવતા દેવને કેમ ના માનો
હો ભગવાન આગળ દીવો રે બાળો
માવતર નો તમે જીવ કેમ બાળો
મોટા કરવા વેઠા છે બહુ તાપ
બાળી આતેડી ના કરશો પાપ
હો પ્રભુ પહોંચી વળે ના બધે એને ઘડિયા છે માને બાપ
એક ઉપર બેઠા ભગવાન બીજા ધરતી પર માને બાપ
બીજા ધરતી પર માને બાપ
(મા બાપ એ જ મારા ગુરુ ભગવાન છે )