logo

he odhaji aam mara valane

logo
الكلمات
upload b b darbar81

slow..હે ઓધાજી મારા

મારા વાલાને વઢીને કેજો

માને તો મનાવી લેજો રે..

હે ઓધાજી એમ મારા વાલા ને વઢીને કેજો

માને તો મનાવી લેજો રે..

હે ઓધાજી એમ મારા વાલાને વઢી ને કેજો

મથુરાના રાજા થ્યા છો,

ગોવાળોને ભૂલી ગ્યા છો,(2)

માનેતી ને મોલે ગ્યા છો રે..

હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો

માને તો મનાવી લેજો રે..

હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો

એકવાર ગોકૂળ આવો,

માતાજી ને મ્હોંઢે થાવો,(2)

ગાયો ને સંભાલી જાઓ રે..

હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો

માને તો મનાવી લેજો રે..

હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો

મથુરા ને મારગ જાતા માખણ તમે લુટી ખાતા(2)

તોડા કેમ જુના નાતા રે..

હે ઓધાજી એમ મારા વાલાવે વઢીને કેજો

માનેતો મનાવી લેજો રે

હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો

દાશરે મીઠાના સ્વામી આવો હવે અંતરયામી(2)

અમારા મા પાડી શું ખામી રે..

હે ઓધાજી એમ મારા વાળાને વઢીને કેજો

(માનેતો મનાવી લેજો રે..

હે ઓધાજી એમ મારા વાળાને વઢીને કેજૉ(2)

(સમાપ્ત )

he odhaji aam mara valane لـ Lataji - الكلمات والمقاطع