F::દેશ રે જોયા દાદા પરદેશ જોયા જો
જોયો રે મે પિયુજી નો દેશ રે દાદા જી
સસરા અમારા જાણે દેરા માંયલા દેવ જો
સાસુજી તો દેવડ માંયલા દેવી રે દાદા જી
પરણ્યો અમારો જાણે પ્રેમ ની પરબડી
સુખ ની મળી છે સિલ્લી છાઈ રે દાદા જી
Uploaded by
Bhavin Rajput
M::હે હે...........,.....
જૂઠા રે દિલાસા દીકરી
દાદા ને નો દઈએ જો
દાદા ને દલડે રે લાગ્યા ઘાવ રે દિકલડી
મારી રે ફૂલવાડી નું તું ફુલડું એક હતી જો
વન માં તને મે વેગળી કીધી રે દીકલડી
F::હે..........................
પેટ ની જણી ને મે તો પારકી કરી જાણી જો
ખોળે થી હડસેલી પરદેશ દીધી રે દિકલડી
લીલાં વન નું પંખીડું મારું રઝળે વીરાને જો
કોઈ પારધી એ કાપી એની પાંખ રે દિકલડી
M:: હે.....
લાડે રે કોડે રે બેની તને સાસરિયે વળાવી જો
તારે દુઃખ ના ઊગ્યા રે ઝીણા ઝાડ રે બેની બા
મીઠુંડી મેના તો મારી પિંજરે પુરાણી જો
મૈયર ની તારે છેટી થઈ હવે વાટ્યું રે બેની બા
M:: હે..............
રાખડી બાંધનારી કેમ તારા કરું હું રખોપાં જો
તારા વીરાજી એ પર વશ તને કીધી રે બેની બા
દુખડા લેનારી તારા દુખડા કેમ ભાંગુ જો
તારા જીવતર માં ઝેર મેં તો ઘોળ્યું રે બેની બા
F::...
નાનેરી નણંદ મારી રમતી તી ગોખે જો
રમતા ચલાની કાંટાળી ધાર રે નણંદબા
સરખી સહિયર મારી મેલ્યો તે સથવારો જો
ખારા રે રણ માં તું એકલી ઝુરે રે નણંદ બા
F:: હે...........,....
કિયા રે જનમ ના બેની વેર મેંતો વાળ્યા જો
ભોળી રે પારેવડી ને વીંધી રે બેની બા
મેલા રે મન ની રે હું તો
કિયા ભાવે છૂટું જો
તારું કુનું રે કાડજડું મે કાપ્યું રે નણંદ બા
હે
M:: હે.......
ગરીબડી હે ગાય મેતો કસાઈ ને વળાવી જો
મેં તો ઊગતો વાઢયો રે કુમળો છોડ રે દિકલડી
મેં તો ઊગતો વાઢયો રે કુમળો છોડ રે દિકલડી
મેં તો ઊગતો વાઢયો રે કુમળો છોડ રે દિકલડી