menu-iconlogo
huatong
huatong
avatar

પાપ તારું પ્રકાશ જાડેજા, radha

Vishnu patel/ Radhahuatong
ℱ𖣘Radha۞𖤍『gori』✧♬huatong
歌詞
収録
Uapload by radha vishnu

જય અલખ ધણી

F પાપ તારું રે પ્રકાશ જાડેજા

ધરમ તારો સંભાળ રે,, હે,, જી

પાપ તારું રે પ્રકાશ જાડેજા

ધરમ તારો સંભાળ રે,, હે,, જી

તારી બેડલી ને બુડવા નઈ દવું

તારી નાવડી ને બુડવા નઈ દવું

જાડેજા રે,, એમ તોરલ કેસે જી

હોજી રે એમ સતિયા કેસે જી

M હે તોડી સરોવર પાળ સતી રે રાણી

તોડી સરોવર પાળ રે હો,, જી

મેતો ગોવધનો પાસા વાળીયા

મેતો ગોવધનો તરસા વાળીયા

તોરાદે રે,, એમ જેસલ કેસે જી

હોજી રે એમ જાડેજો કેસે જી

મ્યુજિક

F હે લૂંટી કુંવારી જાન સતી રે રાણી

લૂંટી કુંવારી જાન રે,,,,, હોજી

મેતો સાત વિસ મોડબન્ધા મારિયા

મેતો સાત વિસ મોડબન્ધા મારિયા

તોરાદે રે,, એમ જેસલ કેસે જી

હોજી રે એમ જાડેજો કેસે જી

મ્યુજિક

M હે હરણા હાર્યા રે લખ સાર સતી રે રાણી

હરણા હાર્યા લખ સાર રે,, હોજી

મેતો વનના રે મોરલા મારીયા

મેતો વનના રે મોરલા મારીયા

તોરાદે રે એમ જેસલ કેસે જી

હોજી રે એમ જાડેજો કેસે જી

મ્યૂજિક

F હે,,,,,,ચરણતી વાળી ગાય સતી રે રાણી

ચરણતી વાળી ગાય રે હોજી

મેતો બેની ને ભાણેજ ને મારિયા

મેતો બેની ને ભાણેજ ને મારિયા

તોરાદે રે એમ જેસલ કેસે જી

હોજી રે એમ જાડેજો કેસે જી

radha vishnu

M હે બોલ્યા જેસલ રાય સતી રે રાણી

બોલ્યા જેસલ રાય રે હીજી

એવા તમે રે તાર્યા ને અમને તારજો

સતી તમે રે તાર્યા ને અમને તારજો

તોરાદે રે એમ જેસલ કેસે જી

હોજી રે એમ જેસલ કેસે જી

F પાપ તારું રે પ્રકાશ જાડેજા

ધરમ તારો સંભાળ રે,, હે,, જી

તારી બેડલી ને બુડવા નઈ દવું

તારી નાવડી ને બુડવા નઈ દવું

જાડેજા રે,, એમ તોરલ કેસે જી

હોજી રે એમ સતિયા કેસે જી

હોજી રે એમ સતિયા કેસે જી

Vishnu patel/ Radhaの他の作品

総て見るlogo