હે.. ગોમમાં જવ તો આવે તારી યાદ.... (૨)
અરે હરતા ફરતા આવે તારી યાદ...
હે તને આવે કે ના આવે મને તારી યાદ....
અ..રે.. વડલે જવું તો આવે તારી યાદ... ગોમ ના પાદરે જાવ તો આવે તારી યાદ....
તને આવે કે ના આવે મને આવે તારી યાદ....
હો.. જ્યાં જોઉં ત્યાં ચહેરો તારો નજરે મારે આવે, જીવતો બળુ યાદમાં તારી તને કોણ હમજાવે..
યે... બસ સ્ટેન્ડે જવું તો આવે તારી યાદ.. અલી બોકડે બેહુ આવે તારી યાદ...
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ....
હો.. તને આવે કે ના આવે મને આવે.. તારી યાદ....
યે.. અરે ડેરીએ આઇ ને પેલા.. રોજ તમે મળતા વેલા મોડું થાય તો તમે વાટ જોતા...
હો ભઈબંધોને મારા તમે.. ઘડી ઘડી પૂછતા ,ફોન કરો આવે વેલા ઉતાવળ કરતા..
એ .. તારી એ વાતો મારા દિલને યાદ આવે ઘડી ઘડી ઑહુડાની ધારે રોવડા વે,
અરે ખેતરે જવું તો આવે તારી યાદ... અલી નદીએ જઉં તો આવે તારી યાદ...
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ ..
હો.. તને આવે કે ના આવે મને આવે તારી યાદ..
હે.. મને ખબરો મળી છે તમે ગોમમાં પાછા આયો ગોમમાં પાછા આયો પણ મળવા નથી આયો
હો.. લાગે છે ભૂલી ગયા હવે એ તો અમને..
કઇ દો ને જાન શું થયું એવું.. તમને...
એ..અમને જોતા અવળા શીદ તમે ફરી જાઓ છો
શું બગાડ્યું અમેં તમારું એટલું કે..તા જજો
યે... નિશાળે જવ તો આવે તારી યાદ …
મંદિરે જવ તો આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ.. (૨)
હો..આવે કે ના આવે તને મને આવે તારી યાદ