કુમ કુમ ના પગલાં પડ્યાં
માડી ના હેત ઢળ્યા
જોવા લોક ટોળે વળ્યા રે...
માડી તારા આવવાના એંધાણા કળ્યા હો
Chorus
કુમ કુમ ના પગલાં પડ્યાં
માડી ના હેત ઢળ્યા
જોવા લોક ટોળે વળ્યા રે...
માડી તારા આવવાના એંધાણા કળ્યા હો
Chorus
તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર, થાજે પાવન પગથાર
Chorus
દીપશે તારો દરબાર, રહેશે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો ઘૂમતો થાશે સાકાર
Chorus
ચાંચર ના ચોક ચગ્યા
દિવડીયા જ્યોત જાગ્યા
મનડાં હારો હાર વળ્યા રે...
માડી તારા આવવાના એંધાણા કળ્યા હો
Chorus
કુમ કુમ ના પગલાં પડ્યાં
માડી ના હેત ઢળ્યા
જોવા લોક ટોળે વળ્યા રે...
માડી તારા આવવાના એંધાણા કળ્યા હો
Chorus
માં તું તેજનો અંબાર, માં તું ગુણનો ભંડાર
માં તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર
Chorus
ભાવો ભાવના નો સાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર
Chorus
સુરજ ના તેજ તપ્યાં
ચંદ્ર કિરણ હૈયે વસ્યાં
તારલા ટમ ટમ ટમિયા રે...
માડી તારા આવવાના એંધાણા કળ્યા હો
Chorus
કુમ કુમ ના પગલાં પડ્યાં
માડી ના હેત ઢળ્યા
જોવા લોક ટોળે વળ્યા રે...
માડી તારા આવવાના એંધાણા કળ્યા હો
Chorus