ફિમેલ. મારે આંગણીયે તલાવડી. 
છબ છબીયા પાણી 
કોરસ.મારે આંગણીયે તલાવડી. 
છબ છબીયા પાણી 
ફિમેલ.એમાતે અણવર.લપસ્યો રે 
એની કેળ.લચકાણી 
કોરસ.એમાતે અણવર.લપસ્યો રે 
એની કેળ.લચકાણી 
મેલ. હેં.....વેવાઇનેં માંડવે 
વેવલી રે એનિ આંખ છે કાણી 
કોરસ.હેં.....વેવાઇનેં માંડવે 
વેવલી રે એનિ આંખ છે કાણી 
મેલ. હેય.નદિયે ન્હાવા ગઈ તી રે એને ડેડકે તાણી 
કોરસ.નદિયે ન્હાવા ગઈ તી રે એને ડેડકે તાણી 
ફિમેલ.હે...હે...ધોળજો છોકરાં ધોળજો રે 
એની કેળ લચકાણી 
કોરસ.હે...હે...ધોળજો છોકરાં ધોળજો રે 
એની કેળ લચકાણી 
ફિમેલ.ગોળ ને બદલે 
ખોળજો રે એની કેળ લચકાણી 
કોરસ.ગોળ ને બદલે 
ખોળજો રે એની કેળ લચકાણી 
મેલ.હે...એ અળવિતળી તે એવિ કે એની અવળી વાણી 
કોરસ.હે...એ અળવિતળી તે એવિ કે  એની અવળી વાણી 
મેલ.હે એને ચોરી ને ચિભડુ 
કોરસ.ખાધુરે 
મેલ.હેએને ચોરી ને ચુરમુ 
કોરસ.ખાધુરે 
મેલ.હેં એને ચોરી ને ચટણી 
કોરસ.ખાધી રે 
મેલ.એતો ખાઉં ખાઉં કરતી ફરતી રે જાણે ભેંસ ની ભાણી 
કોરસ.ખાઉં ખાઉં કરતી ફરતી રે જાણે ભેંસ ની ભાણી 
કોરસ.મારે આંગણીયે તલાવડી. 
છબ છબીયા પાણી 
કોરસ.મારે આંગણીયે તલાવડી. 
છબ છબીયા પાણી 
મ્યુઝિક 
ફિમેલ.ઓલ્યા અણવર નેં જાન માંથી કા..ઢો રે 
હુંતો લાજી મરૂં 
કોરસ.ઓલ્યા અણવર નેં જાન માંથી કા..ઢો રે 
હુંતો લાજી મરૂં 
ફિમેલ.એના હાથ હણીબા જેવા 
એનાં પગ ધળીબા જેવા 
કોરસ.એના હાથ હણીબા જેવા 
એનાં પગ ધળીબા જેવા 
ફિમેલ.એનુ માથું બુઝારા જેવું રે 
હુંતો લાજી મરૂં 
કોરસ.એનુ માથું બુઝારા જેવું રે 
હુંતો લાજી મરૂં 
મેલ.હે ઓલી વેવલી નેં માંડવે થી કાઢો રે 
હુંતો લાજી મરૂં 
કોરસ. ઓલી વેવલી નેં માંડવે થી કાઢો રે 
હુંતો લાજી મરૂં 
મેલ.એએનુ નાક નળીયા જેવું 
એનો ફાંદો ફળીયા જેવો 
કોરસ.એનુ નાક નળીયા જેવું 
એનો ફાંદો ફળીયા જેવો 
મેલ.ઓલી કાણી નો કાંકરો કાઢો રે હું તો લાજી મરૂં 
કોરસ.આ કાણી નો કાંકરો કાઢો રે હું તો લાજી મરૂં 
કોરસ.ઓલ્યા અણવર નેં જાન માંથી કા..ઢો રે 
હુંતો લાજી મરૂં 
કોરસ.ઓલ્યા અણવર નેં જાન માંથી કા..ઢો રે 
હુંતો લાજી મરૂં 
મ્યુઝિક 
ફિમેલ.તુંથોડુ થોડું જમજે રે કે અણવર અધરાયો 
કોલસ.તુંથોડુ થોડું જમજે રે કે અણવર અધરાયો 
ફિમેલ.તારા પેટડા માં દુખશે રે કે અણવર અધરાયો 
કોરસ.તારા પેટડા માં દુખશે રે કે અણવર અધરાયો 
ફિમેલ.એક આંકડા ની ડાળ એક લીમડાની ડાળ 
માય લસણ કળી 
માય તેલ પરી 
કોરસ.એક આંકડા ની ડાળ એક લીમડાની ડાળ 
માય લસણ કળી 
માય તેલ પરી 
ફિમેલ.માય મરચું મેલ્યૂ રે 
કે અણવર અધરાયો 
કોરસ.માય મરચું મેલ્યૂ રે 
કે અણવર અધરાયો 
મેલ.હે તને રાંધતા એ આવળે નહીં કે 
વેવલી વંઠેલી 
કોરસ.તને રાંધતા એ આવળે નહીં કે 
વેવલી વંઠેલી 
મેલ.તુતો શિરા માં નાંખે દહીં કે 
વેવલી વંઠેલી 
કોરસ.તુતો શિરા માં નાંખે દહીં કે 
વેવલી વંઠેલી 
મેલ.તેતો પુરણ પોળી 
તળી છાછ માં બોળી 
તું તો મીઠે મોળી નેં વળી 
થાય છે પોળી 
કોરસ.તેતો પુરણ પોળી 
તળી છાછ માં બોળી 
તું તો મીઠે મોળી નેં વળી 
થાય છે પોળી 
મેલ.હેતને વેચે તો મળે ના પૈ કે વેવલી વંઠેલી 
કોરસ.હેતને વેચે તો મળે ના પૈ કે વેવલી વંઠેલી 
કોલસ.તુંથોડુ થોડું જમજે રે કે અણવર અધરાયો 
કોરસ.તને રાંધતા એ આવળે નહીં કે 
વેવલી વંઠેલી 
કોલસ.તુંથોડુ થોડું જમજે રે કે અણવર અધરાયો 
કોરસ.તને રાંધતા એ આવળે નહીં કે 
વેવલી વંઠેલી 
કોલસ.અણવર અધરાયો 
કોરસ.વેવલી વંઠેલી 
કોલસ.અણવર અધરાયો 
કોરસ.વેવલી વંઠેલી