menu-iconlogo
huatong
huatong
praful-dave-jal-kamal-chaandi-jaane-cover-image

Jal Kamal Chaandi jaane

Praful Davehuatong
kolaneczkohuatong
歌詞
収録
હે જળકમળ છાંડી જાને બાળા,

સ્વામી અમારો જાગશે

જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે

હે જળકમળ છાંડી જાને બાળા(2)

(music)

કહે રે બાળક તું મારગ ભૂલ્યો,

કે તારા વેરીએ વળાવીઓ,

નિશ્ચલ તારો કાળ ખૂટ્યો,

અહીંયા તે શીદ આવીઓ

નથી નાગણ હું મારગ ભૂલ્યો,

નથી મારા વેરીએ વળાવીઓ,

મથુરા નગરીમાં જુગટુ રમતાં

નાગનું શીશ હું હારીઓ

હે જળકમળ છાંડી જાને બાળા(2)

(music)

રંગે રૂડો રૂપે પૂરો

દિસંત કોડિલો કોડામણો,

તારી માતાએ કેટલા જનમ્યાં

તેમાં તું અળખામણો

મારી માતાએ બે જનમ્યાં

તેમાં હું નટવર નાનલો,

જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો

હે જળકમળ છાંડી જાને બાળા(2)

(music)

લાખ સવાનો મારો હાર આપું,

આપું તુજને દોરીઓ,

એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો,

શું કરું તારો દોરીઓ,

શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ

હે જળકમળ છાંડી જાને બાળા(2)

(music)

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,

ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવીયો

બેઉ બળિયા બાથે વળગ્યાં,

કૃષ્ણે કાળીનાગ નાથિયો,

સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો

હે જળકમળ છાંડી જાને બાળા(2)

(music)

નાગણ સૌ વિલાપ કરે જે,

નાગને બહુ દુઃખ આપશે,

મથુરાનગરીમાં લઈ જશે,

પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વિનવે સ્વામી

! મૂકો અમારા કંથને,

અમે અપરાધી કાંઈ ન સમજ્યા,

ન ઓળખ્યાં ભગવંતને

હે જળકમળ છાંડી જાને બાળા(4)

Praful Daveの他の作品

総て見るlogo